મોરબી મચ્છુ-2 ડેમના 5 દરવાજા ખોલી 3 હજાર કયુકેસ્ક પાણી છોડાતા મચ્છુ નદી બે કાંઠે
મોરબી : રીપેરિંગ તથા ગેટ બદલવાની કામગીરી માટે ગઈકાલે સવારે જ મોરબીના મચ્છુ-2 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. શરૂઆતમાં બે દરવાજા ખોલવામાં આવ્યા પછી વધુ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છે. અને પ્રતિ સેકન્ડે 3000 કયુસેક પાણી છોડવામાં આવતા ભર ઉનાળે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે.
મચ્છુ-2 ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
મોરબી તાલુકાના (૧) જોધપર (૨) લીલાપર (3) ભડીયાદ (૪) ટીંબડી (૫) ધરમપુર (૬) રવાપર (૭) અમરેલી (૮) વનાળિયા (૯) ગોર ખીજડીયા (૧૦) માનસર (૧૧) નવા સાદુળકા (૧ર) જુના સાદુળકા (૧૩) રવાપર (૧૪) ગુંગણ (૧૫) નારણકા (૧૬) બહાદુરગઢ (૧૭) નવા નાગડાવાસ (૧૮) જુના નાગડાવાસ (૧૯) સોખડા (૨૦) અમરનગર (૨૧) મોરબી (૨૨) રવાપર નદી (૨૩) વજેપર, માળીયા તાલુકાના (૧) વીરવદરકા (૨) દેરાળા (૩) નવાગામ (૪) મેઘપર (૫) હરીપર (૬) મહેન્દ્રગઢ (૭) ફતેપર (૮) સોનગઢ (૯) માળિયા (મી) (૧૦) રાસંગપર (૧૧) ફાટસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલક્ત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સૂચના આપવામાં આવી છે.
જ્યારે ગઈકાલ સવારમાં પ્રથમ બે દરવાજા બાદ રાત્રીના વધુ 3 સાથે કુલ 5 દરવાજા ખોલી 3000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે મચ્છુ 2 ડેમમાં પાણી છોડાતા મચ્છુ 3 ડેમનાં પણ 4 દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું સિંચાઇ વિભાગે જણાવ્યું છે.