મોરબી વિસ્તાર ના સામાકાંઠે ફ્યુઝની પેટીમાં આગ લાગતા સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો
ફાયર વિભાગે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવી લેતા વીજ તંત્રએ પણ યોગ્ય રિપેરીગ કરી વીજ પૂર્વવર્ત કર્યો
મોરબી : મોરબીના સામાકાંઠે સોસાયટીઓની વચ્ચેની ફ્યુઝની પેટીમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો હતો.આ બનાવની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવી લેતા વીજ તંત્રએ વીજ પૂર્વવર્ત કરવાની કામગીરી હાથ ધરી હતી.
મોરબીના સામાકાઠે નજરાજ ફાટકથી પોસ્ટ ઓફીસ તરફના માર્ગ ઉપર આવેલ રાજ સોસાયટી અને અનુપમ સોસાયટીની વચ્ચે ટીસીની નીચેની ફ્યુઝની પેટીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતા પીજીવીસીએલની ટિમ ઘટનાસ્થળે પહોંચીને સાવચેતી માટે વીજ પુરવઠો બંધ કરીને ફાયર વિભાગને જાણ કરતા તુરંત જ ફાયરની ટીમે દોડી આગ વધુ ફેલાય તે પહેલા આગને કાબુમાં લઈ લેતા કોઇ અઘટિત ઘટના બની નથી. બાદમાં વીજ તંત્રએ પણ યોગ્ય રિપેરીગ કરીને લાઈટ ચાલુ કરી હતી.
મોરબી વિસ્તાર ના સામાકાંઠે ફ્યુઝની પેટીમાં આગ લાગતા સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો
Views: 26
Read Time:1 Minute, 30 Second